નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર રાજ્યસભા (Rajya Sabha) માં ચર્ચાનો જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે જો દેશના ધાર્મિક આધાર પર ભાગલા ન પડત તો આ  બિલ ન લાવવું પડ્યું હોત. અમિત શાહે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે આખરે જે લોકોએ શરણાર્થીઓને જખમ આપ્યા છે તે લોકો જ હવે આ જખમોના હાલ પૂછી રહ્યાં છે. તેમણે કહ્યું કે જો કોઈ સરકાર પહેલા જ આ સમસ્યાનું સમાધાન કાઢી લેત તો આ બિલ લાવવું પડ઼્યું નહોત. જો કે આ બિલ આજે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે પસાર થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીજીના ભાષણનો ઉલ્લેખ
ગૃહ મંત્રીએ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ના ભાષણનો ઉલ્લેખ કરતા સદનમાં આ બિલનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ 26 ડિસેમ્બર 1947ના રોજ કહ્યું હતું કે પાકિસ્તાનના હિન્દુઓ અને શીખ જો ત્યાં ન રહેવા માંગતા હોય તો તેઓ ભારત આવી જાય. તેમને સ્વીકારવા એ ભારત સરકારની જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે ભારત સરકારની જવાબદારી છે કે તેઓને રોજગારી સહિત તમામ તકો આપે. 


Citizenship Amendment Bill: રાજ્યસભામાં પણ પાસ, મોદી-શાહની જોડીની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ


આઈડિયા ઓફ ઈન્ડિયા ન સમજાવો, વિદેશથી નથી આવ્યો
કોંગ્રેસના નેતાઓના ભાષણોનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે મને આઈડિયા ઓફ ઈન્ડિયા ન સમજાવો. અમે અહીં જન્મ્યા છીએ અને અહીં મરીશું. સાત પેઢીઓથી અહીં રહીએ છીએ. અમિત શાહે  કહ્યું કે હું વિદેશથી નથી આવ્યો, અહીં જ જન્મ્યો છું. 


શિવસેના પર કટાક્ષ
અમિત શાહે શિવસેના ઉપર પણ કટાક્ષ કરતા કહ્યું કે હું સ્તબ્ધ છું કે આખરે સત્તા માટે લોકો કેવા કેવા રંગ બદલે છે. હોમ મિનિસ્ટરે કહ્યું કે શિવસેનાએ લોકસભામાં આ બિલનું સમર્થન કર્યું હતું અને પછી શું થયું કે આજે તેમણે પોતાનું સ્ટેન્ડ બદલી લીધુ. 


Citizenship Amendment Bill: કેમ મુસલમાનોનો સમાવેશ નથી કરાયો? અમિત શાહે આપ્યો જવાબ


પાકિસ્તાન અને કોંગ્રેસના નિવેદનો એક જેવા
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ગઈ કાલે જે નિવેદન આપ્યું હતું આજે કોંગ્રેસના નેતાઓએ એવા જે નિવેદનો આપ્યાં તે એક સમાન છે. તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, અને આર્ટિકલ 370 પર પાકિસ્તાનના પીએમ અને કોંગ્રેસના નિવેદનોમાં કોઈ ફરક નથી. નાગરિકતા સંશોધન બિલ ઉપર પણ પાકિસ્તાન અને કોંગ્રેસના મતમાં કોઈ અંતર નથી. 


કોંગ્રેસે દેશના ભાગલાની વાત કેમ સ્વીકારી હતી
દેશના વિભાજન માટે સાવરકરને જવાબદારી ઠેરવવાને લઈને શાહે કહ્યું કે આ જિન્નાહની માગણીને કારણે થયું હતું. તેમણે કહ્યું કે ભાગલા એટલા માટે પણ થયા કારણ કે કોંગ્રેસે ભાગલાની માગણી સ્વીકારી લીધી. આખરે વાત ભલે ગમે તેણે કરી હોય પરંતુ કોંગ્રેસે ભાગલાની વાત સ્વીકારી શાં માટે. 


ખાસ જુઓ VIDEO...


રાજ્યસભામાં શિવસેના પર શાહે સાધ્યું નિશાન, કહ્યું- 'તમે રાતો રાત તમારું સ્ટેન્ડ કેમ બદલી લીધુ'


નહેરુ-લિયાકત સંધિ થઈ ફેલ
ધર્મના આધારે દેશનું વિભાજન સૌથી મોટી ભૂલ હતી. જેના કારણે આ બિલ લાવવું પડ્યું. સાવરકર અને જિન્નાનો ઉલ્લેખ કર્યો. શાહે કહ્યું કે નહેરુએ લિયાકત અલીની સાથે 8 એપ્રિલ 1950માં સંધિ કરી હતી. તે બિલનો પાકિસ્તાન તરફથી પાલન ન થતા આ  બિલ લાવવાની જરૂર પડી છે. 


પાકિસ્તાનમાં લઘુમતીઓ ઘટ્યા, ભારતમાં વધ્યાં
ગૃહ મંત્રીએ  કહ્યું કે પાકિસ્તાનમાં સતત લઘુમતીઓ ઘટતા ગયાં. જ્યારે ભારતમાં ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સહિત તમામ મોટા પદો પર મુસ્લિમ સમુદાયના લોકોને તક મળી. આવામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા નહીં આપીએ તો પછી કોને આપીશું. 


2015માં જ લાવ્યા હતાં બિલ, રાજ્યસભામાં અટવાયું
 અમિત શાહે કહ્યું કે જે લોકોએ યાતનાઓ આપી છે તેઓ હવે જખમો અંગે પૂછે છે. તેમણે કહ્યું કે અમે એવું બિલ લાવ્યા છીએ કે જે કાયદો બનશે તો શરણાર્થીઓ ભય વગર પોતાની ઓળખ બતાવી શકશે અને કહેશે કે અમને નાગરિકતા આપો. આ બિલને બીજે ધ્યાન દોરનારું ગણાવવાના આરોપનો જવાબ આપતા શાહે  કહ્યું કે અમે તેને 2015માં જ લાવ્યાં હતાં. આખરે ત્યારે અમારે તેની શું જરૂર હતી. અમે ચૂંટણી પોતાના નેતાઓના દમ પર લડીએ છીએ. 


નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આસામમાં પ્રદર્શન હિંસક બન્યું, બસ બાળી મૂકી, ઈન્ટરનેટ બંધ 


મુસ્લિમો ડર નહીં સરકાર પર ભરોસો રાખે 
સિબ્બલના નિવેદન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તમે કહો છો કે મુસ્લિમોમાં ડર છે. અમે તો કહીએ છીએ કે દેશના ગૃહમંત્રી પર ભરોસો રાખવો જોઈએ. તેમણે કહ્યું કે આ બિલ કોઈની નાગરિકતા છીનવતી નથી પરંતુ શરણાર્થીઓને નાગરિકતા આપે છે. ભારતના મુસ્લિમોને અમે સન્માન આપ્યું છે. 


મુસ્લિમો માટે જ કેમ સવાલ ઉઠાવી રહ્યાં છો
અમિત શાહે કહ્યું કે આ આશ્ચર્યની વાત છે કે બિલમાં મુસ્લિમો માટે જોગવાઈ ન હોવાનો સવાલ ઉઠાવી રહ્યા છો. તેમણે કહ્યું કે 6 સમુદાયોના લોકોને તેમા સામેલ કરાયા છે. પરંતુ તેની કોઈ પ્રશંસા કરતા નથી. તેમણે કહ્યું કે આખરે તમે જ જણાવો કે શું પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનમાં મુસ્લિમોને લઘુમતી ગણાશે ખરા?


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube